Showing posts with label maru sarjan muktak. Show all posts
Showing posts with label maru sarjan muktak. Show all posts

17 September, 2008

શ્રાવણની એક સાંજે...

શ્રાવણની એક સાંજે આપણે મળ્યા,
બન્ને હતા કેવા ઉદાસ અને એકલા..
તારી આંખોમાં સોનેરી સંધ્યા ઘુંટાતી'તી,
એ સોનેરી રંગ મારા દુપટ્ટામા છવાઈ ગયો
કેવા નિર્દોષ અને નાદાન હતા આપણે,
આપણને ક્યાં કઈ ખબર જ હતી,
સુના શહેરમા વસતા'તા આપણે,
આપણી દુનિયામા એકલા હતા આપણે
પણ આપણે મળ્યા ને નગર વસી ગયુ,
દુનિયા આપણી મોટીમોટી થઈ ગઈ,
કેવો હતો તુ ને કેવી હતી હું પણ,
દરીયાકિનારે રેતીનુ ઘર બનાવતા'તા આપણે
વરસતા વરસાદમા સાથે ભીંજાયા'તા આપણે,
એકબીજાને ખુબ પલાળ્યા'તા આપણે
જો કે ત્યારે નો'તી ખબર હવે જાણ્યુ,
ભીંજાયા'તા એ આપણે નહીં આપણા મન
ક્યારેક હું રિસાતી ને તુ મનાવતો,
ને ક્યારેક હું મનાવતી તો તુ જ રિસાતો..
તારી વાતો કેવી સાંભળતી'તી હું, નહીં?
ને, મારા ગીતોમાં તું નહોતો ખોવાઈ જતો?
આજે હું ને તું કદાચ કોરા થયા હોઇશુ,
પણ આપણા મન તો હજી ભીના જ છે.

એષ,
આપણા પ્રણયના સાક્ષીઓ પણ કેટલા બધા?
પેલી સુની કેડી, આ પીળા ફૂલો, એ કિનારો, અને ......

આપણી વચ્ચે આવી ગઈ એક દિવાલ સમયની,
પણ એનુ તુટવું તો નિષ્ચિંત જ છે, ખરુ ને?
કેમ કે વચ્ચે આ વૈશાખ આવી ગયો છે,
પણ મને તો ઇન્તેઝાર છે શ્રાવણની એક સાંજનો.
નમ્રતા

શાની અધીરાઈ

જરા આવીને એક વાર જો ઓ નિષ્ઠુર સજન,
શું હતી હું, ને શું કરી નાખી તેં મને?

કેમ મધરાતે અચાનક ઝબકી જાઉ છુ?
શું સપનામા તું આવીને મને કનડે છે?

કેટલો સમય થયો આપણને જુદા થયે,
તને તો નહીં હોય યાદ, મારે વર્ષો થઈ ગયા,

નજર મારી પળેપળે દોડી જાય છે રસ્તા પર,
જોકે મને પણ હોય છે ખબર, તે તુ નહીં હોય.

છતા એક જ "એષ",
કે કદાચ...,
કદાચ તુ હોય...
કેમ? કેમ અચાનક જુદાઇ આવી ગઈ આપણી વચ્ચે?

કેવી વ્યર્થ બની રહી છે જીંદગી આ મારી,
કે જીવવામા આમ તો કોઇ ખાસ મજા નથી રહી.

પણ તે તમન્ના સાથે જીંદગીને ગળે લગાવુ છુ,
જીંદગીની કોઇ ક્ષણે તો તુ મને મળીશ જ ને?


નમ્રતા