Showing posts with label maru sarjan kavya. Show all posts
Showing posts with label maru sarjan kavya. Show all posts

11 January, 2009

તુ નથી

ઉપર આ આભ ગોરંભાયુ છે ને તુ નથી,
દિલમાં આંધીના વાવડ છે ને તુ નથી,

વરસાદના આવી રહ્યા છે કહેણ ને તુ નથી,
સમીર પણ મસ્તીએ ચડ્યો છે ને તુ નથી,

યાદોએ પણ શરુ કર્યુ છે તાંડવને તુ નથી,
લે, આ ચાલુ થઇ ગયા મોટા ફોરાને તુ નથી,

પાંદડે પાંદડે તુ આળસ મરડી ઉઠયો છે ને તુ નથી,
ફુલોએ મિલનનુ આપી દિધુ છે ઇજન ને તુ નથી,

વરસાદ પહેલા જ છાને પલળી ગઈ હુ ને તુ નથી,
બંધ આંખે તો તુ જ છે, હવે કેમ કરી કહુ કે તુ નથી?
નમ્રતા અમીન
૧૦-૦૧-૦૯

01 January, 2009

दुष्वार हो गया

मिलोंके फांसले तो तय कर लिये थे, आखरी दो कदम चलना दुष्वार हो गया,
बहोत हसीं ख्वाबोंको देख लिया था, हकिकतको देख लेना दुष्वार हो गया,
*
जिन अश्कोंको पलकोंमें कैद कर लिया था, सैलाबको रोकना दुष्वार हो गया,
गमोंको जैसे दुर छोड दिया था, उसीके सायेमें खुद्को पाना दुष्वार हो गया,
*
झमानेभरकी बातोंको सुन लिया था, एक चुप्पीको सुन लेना दुष्वार हो गया,
तनहाइयोंमे रोना सिख लिया था, मेह्फिलमे हंस पाना दुष्वार हो गया,
*
जिन रिश्तोंको फुलोंसे बनाया था, उसीके बोझ तले दब जाना दुष्वार हो गया,
सपनेमें अपने देखा करते थे, पर सपनेमें हि अपनेको देखना दुष्वार हो गया,
*
मौतके इन्तेझारमें जिना सिख लिया था, उसी मौतको दुर होते देखना दुष्वार हो गया,
सीसकती सांसोके साथ बहोत जी लिया था, आखरी दो सांस ले पाना दुष्वार हो गया
नम्रता अमीन
३१/१२/२००८

31 October, 2008

કેવી મજા આવે જો...............

કેવી મજા આવે જો એવુ બને કે ........

હુ તને વિચારુ ને તુ ગઝલ બની જાય,
હુ તને જોઉ ને તુ તસ્વીર બની જાય,

હુ તને કહુ ને તુ ગીત બની જાય,
હુ તને સાંભળુ ને તુ સરગમ બની જાય,

હુ તારી તરફ ચાલુ ને તુ મંઝીલ બની જાય,
હુ હથળીમા જોઉ ને તુ રેખા બની જાય,

હુ હસુ ને તુ સ્મિત બની જાય,
હુ રડુ ને તુ અશ્રુ બની જાય,

હુ હાથ લંબાઉ ને તુ સાથ બની જાય,
હુ તને એટલી વિચારુ કે તુ જ બની જાઉ.....
નમ્રતા અમીન

બસ તુ જ આવે....

મારી આંખોમા મસ્તી બનીને તુ આવે,
એ જ આંખોમા આંસુ બનીને પણ તુ જ આવે,

મારા દિલમા ધડકન બનીને તુ આવે,
એમા હલચલ બનીને પણ તુ જ આવે,

મારી આસપાસ એકાંત બનીને તુ જ આવે,
એ એકાંતમા યાદ બનીને તુ જ આવે

નાજુક સ્પર્શ ઠંડી હવાનો બનીને તુ આવે,
એ જ હવામા મહેક બનીને તુ જ આવે,

મારા આંસુ તારી હથેળીમા ઝીલવા તુ આવે,
રડતી મને તારામા સમાવી લેવા તુ જ આવે,

મારા ગાલ પર અલકલટ બનીને આવે,
એ જ ગાલ પર રતાશ બનીને તુ જ આવે,

મારા હોઠ પર સ્મિત બનીને તુ આવે,
અચાનક એના પર ભીનાશ બનીને તુ જ આવે
૩૦-૧૦-૦૮
નમ્રતા અમીન