12 March, 2009

જરા ડર લાગે છે.

તુ તો ભલે મને કહે, કે લાવ તને સોનેરી એક સ્વપ્ન આપુ,
પણ જે મારા હિસ્સામા નથી, એ સુખ ઉછીનુ લેતા જરા ડર લાગે છે.

તુ તો ભલે મને કહે, કે આવ તને ખુશીનો એક ટુકડો આપુ,
પણ નાનકડા એ ટૂકડાની કિમ્મત વિચારતા જરા ડર લાગે છે.

તુ તો ભલે મને કહે, કે ચાલ તારા હોઠ પર એક સ્મિત આપુ,
પણ એ જ સ્મિતની પાછળ ખળભળતા દરિયાનો જરા ડર લાગે છે.

તુ તો ભલે મને કહે, કે શું આ બેરંગી જિવનમા રંગ ભરી આપુ?
પણ નસીબે લખાયેલી આ અળખામણી કાળાશનો જરા ડર લાગે છે.

તુ તો ભલે મને કહે, કે અત્યારે જ હુ તને મારા થોડા ધબકાર આપી દઉ,
પણ મારામા જ પડેલી આ મારી જ બેજાન લાશનો જરા ડર લાગે છે.
નમ્રતા
૧૫-૫-૨૦૦૦

4 comments:

gujarati asmita said...

saras, eki sathe tran bhasha ma? aasha chhe ke aap niyamit rite update kari ne amne rasaswad karavta rahesho..... Ashok

sneha-akshitarak said...

OYEEE....DARVA BARVANU NAHI BINDAZS LAI LE JE MALE CHE E...JETLU JIVAY ETLU JIVI LEVANU YAR..KAL KYA HO KISNE JANA..SONERI SWAPNO MA KHUSI NA TUKDA NAHI KHUSIONA DHER LAGADI DAu,TARA HOTHO PAR SMIT NAHI EK MAST MAST NATKHAT HASYA RAMTU MUKI DAU, KHALI RANG NAHI MEGHDHANUSHY NA SAPT RANGOMA TANE RANGI DAU,THODA DHABKAR NAHI AAKHE AAKHI MARI JINDGI TANE AAPI DAU MARI SAKHI.....BINDAS THAI NE LAI LE YAR......ENJOY LIFE.DNT BE AFRAID YAR...
sneha...

Kalavati Patel said...

all are so nice Namrtaben .keep it up.....realy nice

નીતા કોટેચા said...

pahela thayu pahela sher na vakhan karu pachi thayu bija na..pan yaar badha j saras maliya..khub saras...