31 January, 2009

પાગલ

પ્રેમભક્તિના રંગે રંગાઇ, ઘેલી જો ને બનતી ગઇ,
મંદિર મંદિર, કરતાં તારે આંગણ આવી ઉભી રહી.
.
હરિ નામની માળા જપતાં સાજન સાજન કરતી ગઇ,
ચારે તરફ તુજને ભાળી, ભાવે શિશ જુકાવતી ગઇ.
.
પ્રેમ પ્રભાતિયાં પ્રેમ ભજનીયાં પ્રેમની આરતી ગાતી ગઇ,
ભુખના દુઃખે ખુદ પીડાતા તુજને ભોજન ધરતી ગઇ.
.
ખુદની આંખે નીંદર આવતાં તુજને હિંડોળા જુલાવતી ગઇ,
લોક ભલેને કહેતા પાગલ, તારી પાગલ બનતી ગઇ.

નમ્રતા અમીન
૨૮/૦૧/૨૦૦૯

4 comments:

Anonymous said...

kavita nu nam shu mast chhe...Ashok

sneha-akshitarak said...

wonderful....
tari pagal pagal banti gai..tari last lines aame jordar lakhe che tu sache...superb..no words dear.khud ni aankhe nindar aavta..wah...amazing...keep it up

बाल भवन जबलपुर said...

hi
sweet & good friend
we mis you
regard

નીતા કોટેચા said...

aama kaik navu rup jova maliyu tara lakhan nu.kkhub sundar..