23 January, 2009

હથેળી

શું શોધે છે હથેળી માં?
રવિરશ્મિ ઝિલે છે હથેળીમાં?
રેખાઓ શોધે છે હથેળીમાં?
કે જતી રેખાઓ પકડે છે હથેળીમાં?
રેખા પકડી લાવીશ હથેળીમાં?
સમયને બાંધી શકીશ હથેળીમાં?
આમ નહી જરા ધ્યાનથી જો,
ચામડીનું છેલ્લુ પળ સુકાતુ લાગે છે હથેળીમાં.
રૂક્ષ ભલે હો ત્વચા હથેળીમાં,
નીચે જ સળવળે છે રેખાઓ હથેળીમાં.

નમ્રતા અમીન
૨૦/૦૧/૨૦૦૯

4 comments:

sneha-akshitarak said...

khub j sundar lakhe che tu..sache...plz chalu rakhje aa taru lakhvanu...god bless you dear

pramodpatwa said...

kharekhar sachuj lakhyu chhe hatheli ma aakhu vishwa samayelu chhe, mate j to ghatatu badhuj hatheli ma shodhvani koshish sou koi karechhe.

Unknown said...

wow bhu j saras che rekha....

નીતા કોટેચા said...

wah wah
wah wah..