18 September, 2008

રે જિંદગી

રે જિંદગી, તને શોધવા હું ક્યાં ક્યાં નથી રખડી?
અને ક્યાંક્યાં તું ખોવાઇ ગઈ આપી એક ઝલક?
રે જિંદગી, ક્યાં છુપાઇ છે તુ આખરે?
ક્યાં?
ઢળતી સાંજે બારીમા ઉડતા સીગરેટના ધુમાડામા મળી જતા મેડોનાના અવાજમાં? કે તે જ બારી પાસે અસ્તિત્વનો સંઘર્ષ કરતા, સભ્યસમાજના લાંછનરુપ માનવતાની ઠેકડી કરતા ભિખારીના અવાજમાં?
હોસ્પિટલમાની, તારા અસ્તિત્વને ટકાવવા તનતોડ મહેનત કરતી પેલી દવાઓની વાસમાં?
કે પછી કાશ્મિરમા વર્ષોથી તારુ અસ્તિત્વ ઉડાવવા મથતી બંદુકોમાના બારુદની વાસમાં?

ગંધાતી સાડી પહેરેલી બા માટે નાના ગોબરા પણ નિર્દોષ શિશુની આંખમાંથી વહેતી અમીધારામાં?
કે પછી, ક્લબમા જવા તૈયાર થઈ સ્પ્રેથી મહેકતી મમ્મીના આયાને અપાતા હુકમો જોતા નિર્દોષ શિશુની આંખમાં પૂરાયેલી એકલતાની વેદનામાં?

વધારાનુ નાણુ સંતાડવાની ફિકરમાં, વધેલી ફાંદ સામે, જોઇ રહેલા, ખોવાયેલા શેઠના વિચારોમાં? કે પછી
હાથમા કાળો પડી ગયેલો રુપિયો લઈ, પેટમા પડી ગયેલા ખાડા સામે જોઇને કાલની ફિકર કરતા ગરીબના વિચારોમાં?

કહે જિંદગી કહે, ક્યાં જઈને સંતાણી તુ?
આખરે ક્યાં સુધી મને હાથતાળી આપીશ તુ?
નમ્રતા
૨૪-૫-૮૯

5 comments:

sneha-akshitarak said...

wonderful dear...su dil na undan ma thi lakhe che tu..

Krishna The Universal Truth.. said...

કહે જિંદગી કહે, ક્યાં જઈને સંતાણી તુ?
આખરે ક્યાં સુધી મને હાથતાળી આપીશ તુ?

jindgi apanane dagle ne pagle haath tali aape che e vat sachi che pan ene pakdi rakhvi e pan to shakya nathi ne....
khubaj saras....

Arvind Patel said...

બસ એટલુંજ કહીશ કે,

ए जिन्दगी गले लगा जा।

Unknown said...

કહે જિંદગી કહે, ક્યાં જઈને સંતાણી તુ?
આખરે ક્યાં સુધી મને હાથતાળી આપીશ તુ?
a line gami.nice one...
shilpa

નીતા કોટેચા said...

કહે જિંદગી કહે, ક્યાં જઈને સંતાણી તુ?
આખરે ક્યાં સુધી મને હાથતાળી આપીશ તુ?


maut sudhi e ramti raheshe aapdi sathe ane pachi kyay dekhashe nahi..