18 September, 2008

પળપળ વીતે છે

પળપળ વીતે છે, દિવસો જાય છે, ને સમય વહે છે,
હું રોજ તને જોઇને જીવુ છુ ને તને જોઇને મરુ છુ,
હું તને શોધતા સુવુ છુ ને તને જાગતા શોધુ છુ,
પણ તુ કાયમ મળે છે સ્વપ્નમાં, સામે નથી આવતો,
મને સુતી જગાડે છે તુ ને જાગતા સુવાડે છે તુ,
મને મૌન બનાવે છે તુ ને ભાન ભુલાવે છે તુ,
છતા પળેપળે ક્ષણેક્ષણે તને યાદ કરુ છુ હું,
ન પુછી "કેમ?", કારણ મને પણ નથી ખબર,
પણ, છતા.....
ક્યારેક એવુ મન થઈ જાય છે, કે....
તારા લહેરાતા વાળને ધીરેધીરે સહેલાવુ,
તારી ઉદાસ આંખોમાં મસ્તી થઈને આવુ,
તારા તનની ખુશ્બૂને સુંઘવા ભ્રમર બનીને આવુ,
તારા માસુમ ચહેરા પર સ્મિત બનીને ફરકુ,
તારા ગાંભિર્યને અચાનક મેનકા બની તપોભંગ કરુ,
તારી શાંતીસમાધિમાં અચાનક આવી ખલેલ પાડુ,
તારા દિલના આયનામાં મારી છબી શોધતી ફરુ,
અને એક દિવસ
અચાનક જ એ મળી જતા ગાંડીતૂર નદી બની ઘુઘવુ.
સમજાતુ નથી મને કે કેમ આવુ થાય છે?
ખબર નહીં કેમ,
પણ તને ખુબ યાદ કરુ છુ હું, કારણકે...... ,
......કદાચ.....
તને પ્રેમ કરુ છુ હું.


નમ્રતા
૨૮-૬-૮૯

4 comments:

Krishna The Universal Truth.. said...

tane prem karu chu hu...its amazing....

Arvind Patel said...

આ પળો ક્યારે પૂરી થશે?

સુંદર રચના.

Anonymous said...

aa pan perfect che. i love u 2 aesh

નીતા કોટેચા said...

wahhhhhh