15 September, 2008

તું ન હોત તો....

એક વાત કહું?
આજે મને અચાનક જ વિચાર આવી ગયો............,
કે તુ ન હોત તો મારુ શુ થાત?
પણ પછી હું જ હસી પડી, તુ ન હોત તો મારુ શુ થાત?
કશુ નહીં.
હું જીવતી તો હોત જ ને,
એમ તો આ ઘડિયાળ પણ ચાલે જ છે ને.
મને મારા અસ્તિત્વનો અહેસાસ જ ક્યાં હતો?
મને મારા અને ઘડીયાળના અસ્તિત્વમા કોઇ ફરક જ ખબર ન હતો,
તે મને તારા દિલ ના ધબકારા સંભળાવ્યા,
મને દિલનો , નવા અસ્તિત્વનો અહેસાસ કરાવ્યો,
અને મને પુછ્યુ, " તારુ દિલ ક્યાં છે?"
અને મને નવાઇ લાગી,"મારુ દિલ!!!?
મારે દિલ હોઇ શકે? કદાચ હશે. હોય તો કેવુ સારુ? તે પણ ધબકતુ જ હશે ને?" અને તારી મારી દોસ્તી થઈ.
પછી છે.........ક આજે મને વિચાર આવ્યો
કે "તુ ન હોત તો મારુ શુ થાત?"
તુ ન હોત તો હું જીવતી તો હોત જ , પણ એક લાશ ની જેમ.
પણ જો હવે, આજે કે આજ પછી પણ,
તુ ન હોય, તો હું પણ નહીં જ હોઉ.
ખબર નહી "કેમ?"
પણ તે તો ખબર
જ છે કે તુ છે તો જ હું છુ,
અને જો તુ નથી તો હું પણ ક્યાંથી હોઉ?
એવુ તો નથીને કે
આપણી નજરની જેમ, આપણા દિલની જેમ, આપણી લાગણીઓની જેમ,
આપણા બેનુ અસ્તિત્વ પણ જોડાઇ ગયુ હોય...............?
નમ્રતા