13 September, 2008

"સ્વ"

ખબર નહીં કેમ ,
પણ ...... આ આંસુ, અકળામણ, દુઃખ મને મારા લાગે છે.
અને ત્યાં જ હું મારા 'સ્વ"ના ટોળેટોળાને મળુ છુ.
મારા 'સ્વ"ના અસ્તિત્વનો અહેસાસ મને ત્યાં થાય છે.
મારા 'સ્વ"ને તેમનામા એકાકાર થતો હું જોઇ શકુ છુ
મારો 'સ્વ" પણ ત્યાં જ તેનુ અસ્તિત્વ અનુભવે છે,
જાણે મારો 'સ્વ" અને સર્વ નિષેધક લાગણીઓ, કદાચ એકબીજા માટે જ બન્યા છે,
પણ હસતા પુષ્પો, વહેલી પરોઢના શબનમ,
હસતા ચહેરા, ગાતી દિશાઓ કે ગાતા પંખી મને મારા નથી લાગ્યા,
અરે ત્યાં તો મારો "સ્વ્" ખોવાઇ જાય છે
ત્યાં કોઇ એકાદ ખુણે એકલદોકલ "સ્વ"ને મ્રુતપ્રાય જોઉ છુ,
જાણે મારો 'સ્વ" આ બધાથી અકળાઇ જાય છે,
ત્યાં જાણે તેનુ સ્વત્વ ખોવાઇ જાય છે
અરે પોતાના 'સ્વ'થી અજાણ્યો બની જઇને,
ચારે બાજુ અથડાય છે, કુટાય છે, ઘાયલ થાય છે,
હસતા ફુલ કે ગાતા પંખીનો અવાજ તેને વાગે છે,
જાણે આ વિધેયક લાગણીઓ તેને ફાવતી નથી.
શુ કરુ હું કે શૂ કરે બિચારો મારો નાનકડો "સ્વ"?
તે ઓળખતો જ નથી આનંદ કે હર્ષની લાગણી ને.
તે બધા એને નવા નવા અને પરાયા શા માટે લાગે છે?
કોણ જાણે કેમ તેને પોતાની લાગે છે માત્ર વેદના,
કર્ણપ્રિય લાગે છે માત્ર મૌન અને દુખ ના આર્તનાદો,
પ્રિય લાગે છે ઉદાસી અને યાતના ના કરુણ પોકારો
૨૪-૪-૯૦
નમ્રતા

2 comments:

sneha-akshitarak said...

ati sundar

pramodpatwa said...

જ્યારે પણ કંઈ પણ લખાય છે ત્યારે તેના ભાવર્થ માં દીલ નીં વેદના અચુક સમાયેલી હોય છે, વાંચ્યા પછી સમજવાનો પ્રયત્ન કર્યો પરંતુ કવિઓ ના મન ને સમજવુ અઘરુ લાગ્યુ. તમારી રચના ખુબજ સરસ છે.
પ્રમોદ પટવા