05 September, 2008

મોસમ

તું કાં નવ બને મોસમની પ્રથમ વર્ષા?
વરસી જા અને ભીજાવી દે મારા તનમનને
ક્યારેક બની જા મંદ મંદ હવાની શીતળ લહેરખી
ને એક ઉંડા શ્વાસથી ભરી દે મારુ અસ્તિત્વ
ઘેરાવા દે એ ઘટાટોપ વાદળ તારા લહેરાતા વાળના
જે સતત ઉમટ્યા કરે છે મારા ચિત્તાકાશમાં
ક્યારેક ક્યારેક વહેવા દે સિતારનો એ મધુરવ
જે માત્ર શ્વાસની લહેરથી જ રણઝણી ઉઠે છે
થોડી ઝીલવા દે એ ધારાઓ ગાંભીર્યની ને બેફિકરાઇની
જે નીતર્યા કરે છે તારા દરેક વર્તનમાથી?
આખરે,.....
કાંઇ નહીં તો રસ્તો દેખાડ એ આસમાની દરિયાનો,
જે સતત તારી આંખોમાં ઘુઘવ્યા જ કરે છે..........

No comments: