04 September, 2008

પ્રતિક્ષા

મારી લાગણીઓનો બંધાતો આ એક અસ્પષ્ટ આકાર છે,
જેમા મારી રચનાઓએ અંગ બનીને, મારા એકાંતે મને આપેલી લાગણીની ભેટને સોળે કળાએ ખીલવા દીધી છે,
સલામ એ મારા "સ્વજનો"ને,જેમણૅ જાણ્યે-અજાણ્યે મને એ માટૅ મદદ કરી છે,
માત્ર કળીનુ ખીલવુ જ નહી, એનુ તુટવુ એ પણ એક ગીત બની શકે છે,
અને તેનુ તુટવુ નિષ્ચીંત નથી જ હોતુ, માત્ર અચાનક કે આકસ્મિક જ હોય છે,
હા, એ બન્ને ગીતો મા એક દર્દિલો તફાવત હોય છે,
પણ એ દર્દ કોઇ અનુભવી જ સમજી શકે છે,
કશુક તુટતુ તો ઘણા જુએ છે, પણ એનો અનુભવ કેટલા કરી શકે છે?
અને એ જ વ્યક્તિના દિલમા
લાગણી નામનો નાનકડો છોડ
વિસ્તરવા આતુર થઈ જાય છે,
મારી એક એક ક્રુતિ મારુ માનસ સંતાન છે અને વારંવાર એમને વાંચતા
મારા તનમનમા એક અકથ્ય આનંદ વ્યાપી જાય છે,
એમની સાથેના સતત સંપર્ક દરમિયાન હુ એમનામા થતો સળવળાટ પણ અનુભવી શકુ છુ.
એમના સ્વરુપમા ધીમે ધીમે થતો ફેરફાર કે આવતી પુખ્તતા કોઇ પણ વ્યક્તિ કદાચ સમજી શકશે
પણ મારે એમને એક એવા સ્થાન પર બેસાડવા છે,
જ્યાં જોવા મારે પણ નજર ઉઠાવવી પડે.
ત્યાં સુધી માત્ર પ્રતિક્ષા,
માત્ર પ્રતિક્ષા,
અનંત પ્રતિક્ષા,
યુગોયુગો સુધીની પ્રતિક્ષા...


૨-૮-૯૧

2 comments:

gujarati asmita said...
This comment has been removed by a blog administrator.
Krishna The Universal Truth.. said...

superb....amazing....kharekhar khubaj saras...