29 March, 2009

"કોણે કિધું"

આજે સવારે કરેણનુ ફુલ આવી કહિ ગયુ,

"શું વાત છે? આખા બાગમા ચર્ચા તારી જ છે"

 

અને હું ચમકી, કેમકે મને તો એમ જ હતુ કે

આપણા મળ્યાની ખબર કોઇને નથી, તો...?

 

પછી બહાર બોલાવી મને ચાંદની પુછવા લાગી

"આજકાલ બાગમા તારુ જ નામ બોલાય છે, કોણ છે"

 

અને હુ લજાઇ ગઇ, થોડી ગભરાઇ પણ ગઇ

"ક્યાંથી ખબર પડી બધાને? શું ખબર મને?"

 

પણ ભમરો આવી કહી ગયો"તમને પતંગીયુ જોઇ ગયુ હતુ,

એણૅ જુઇને કિધુ, જુઇએ કરેણને, અને કરેણે જઇને ......"

 

ત્યારે મને ખબર પડી કે આપણી વાત તો જાહેર થઇ ગઇ હતી

ત્યાં જ ગુલાબ પુછવા આવ્યુ, "સાંભળ્યુ? તમારી વાત તો હવે..."




નમ્રતા

૩૦-૩-૯૧