24 November, 2008

હવે શું?

રમતા રમતા રમાઇ ગય હવે શું? રડતા રડતા રડાઇ ગયુ હવે શું?
ખુદ પર હસતા હસાઇ ગયુ હવે શું? સમજણ આવતા સમજાઇ ગયુ હવે શું?

તમને મળતા મળાઇ ગયુ હવે શું? નજીક આવતા અવાઇ ગયુ હવે શું?
ના ના કરતા તમારા થઇ જવાયુ હવે શું? જીવન જીવતા જીવાતુ ગયુ હવે શું?

દુર રહીને પણ સાથે રહેતા આવડી ગયુ હવે શું? એકલા લડતા લડાતુ ગયુ હવે શું?
દરેક ઘા સાથે નવી તાકાત આવતી ગઇ હવે શું?દરેક પછડાટે નવો રસ્તો દેખાતો ગયો હવે શું?

મજબુત થતા થતા થવાતુ ગયુ હવે શું? દરેક રસ્તે મિત્રો મળતા ગયા હવે શું?
મળતા મળતા કઇં કઇં શીખવાડતા ગયા હવે શું? હસતા હસાવતા ને રડતા રડાવતા ગયા હવે શું?

...........એ પણ દુર જતા ગયા હવે શું? દુર રહીને પણ સતાવતા રહ્યા હવે શું?
છોડતા છોડતા છૂટતા જવાયુ હવે શું?આગળ જતા જતા જવાતુ ગયુ હવે શુ?

આ.....ટલે દૂર આવતા અવાઇ ગયુ હવે શું?ક્યારેક લાગે છે...કહુ કે નહી, હવે શું?
અજાણતા જ ભરાતા ભરાતા ભરાઇ ગઇ,

છેલ્લે, એક વાત કહું?
છતા પણ એને માણૂ છૂ હું........................
૨૧-૧૧-૦૮
નમ્રતા અમીન

7 comments:

Unknown said...
This comment has been removed by a blog administrator.
Unknown said...

એક વાત કહું સખી ભલે દુર જતાં જવાઈ ગયું,
તારા દિલમાં તો સદાકાળ સમાઈ રહીશ હું,

દુભાયેલાં તારા મૌન શબ્દોની વાચા બનીને,
દુભાષિયાં ની ભુમિકા સદાકાળ નિભાવીશ હું,

જીન્દગી તો બેશરમ - બેરહમ જ મળી છે તને,
રુઝ લાવતા મલમની ગરજ સદકાળ સારીશ હું,

છોને કુદરત ક્રુર બની અહીંથી હિમખડકે ફેંકે,
મારા અંતરની હુંફથી સદાકાળ ગરમાવીશ હું,

આનાથી વધૂ શું કહું શબ્દૉ નથી મારી પાસે,
વળી પાછી કહીશ તું સદાકાળ -બધું જાણું છુ હું.....

મારી આનાથી લખવાની તાકાત નથી મારી પ્રિય સખી તું મારા જીવનમાં એક મસ્ત પવનની સુગન્ધિત લહેરખી બની ને આવી અને હજી હું એ નશામાં ઝૂમું છુ...
બસ,આમ જ ખુશ રહે મારી લાડકી સદાકાળ.....
સ્નેહા..
૨૪-૧૧-૦૮.
૧૦.૧૯ રાત્રિનાં.


તારી...
ખબર છે અમને બેયને...બરાબર ને...આનો મતલબ કદાચ બીજાં નહી સમજી સકે..પણ તો બી
ખબર છે અમને...!!!!!!

gujarati asmita said...
This comment has been removed by the author.
Unknown said...

hmmm khub saras...

Anonymous said...

છેલ્લે, એક વાત કહું?
છતા પણ એને માણૂ છૂ હું........................

thats the great
roopesh

કહો છો તમે કેમ? said...

wow exelant

Unknown said...

just today somehow come to know abt ur blog... nicely writen... good...