31 October, 2008

બસ તુ જ આવે....

મારી આંખોમા મસ્તી બનીને તુ આવે,
એ જ આંખોમા આંસુ બનીને પણ તુ જ આવે,

મારા દિલમા ધડકન બનીને તુ આવે,
એમા હલચલ બનીને પણ તુ જ આવે,

મારી આસપાસ એકાંત બનીને તુ જ આવે,
એ એકાંતમા યાદ બનીને તુ જ આવે

નાજુક સ્પર્શ ઠંડી હવાનો બનીને તુ આવે,
એ જ હવામા મહેક બનીને તુ જ આવે,

મારા આંસુ તારી હથેળીમા ઝીલવા તુ આવે,
રડતી મને તારામા સમાવી લેવા તુ જ આવે,

મારા ગાલ પર અલકલટ બનીને આવે,
એ જ ગાલ પર રતાશ બનીને તુ જ આવે,

મારા હોઠ પર સ્મિત બનીને તુ આવે,
અચાનક એના પર ભીનાશ બનીને તુ જ આવે
૩૦-૧૦-૦૮
નમ્રતા અમીન

3 comments:

sneha-akshitarak said...

mari jindgi ma swas bani ne tu aave,
ane e swas ma hava bani ne pan tu aave.
tari jindgi ma khusi bani ne hu aavu,
ane e khushi nu karan bani ne pan hu j aavu.
REALLY DIL THI PRAY KARU CHU GOD NE AA MATE K MARI LIFE NI EK PAL PAN TANE KHUSI AAPI SAKU TO MARI JINDGI NI DHANYA GHADI HASE E DEAR.
aatli sundar gift mane jindgi ma nathi mali aatli sundar poem mara mate....thnx a lot.

Anonymous said...

નમ્રતાબેન,
આજે અનાયાસ જ આપના બ્લોગ પર આવી ચઢ્યો. આપની રચનાઓ માણી. આપની કલમ ખૂબ સરસ છે. જો થોડું છંદ-બંધારણ એમાં ઉમેરાઈ જાય તો સોને પે સુહાગા. લખતાં રહેજો.
- દક્ષેશ
[http://www.mitixa.com]

નીતા કોટેચા said...

મારી આંખોમા મસ્તી બનીને તુ આવે,
એ જ આંખોમા આંસુ બનીને પણ તુ જ આવે,

wahhh