13 September, 2008

હાસ્યાસ્પદ કરુણતા?

હું શા માટે જીવુ છુ?
શું આ જીવનનો કોઇ હેતુ છે [કે હતો] ખરો?
કદાચ હશે, તો ખોવાઇ ગયો લાગે છે.
બીજુ તો ઠીક, પણ હવે તો.........,
હ્રદય પણ ચાવી દિધેલા રમકડા જેવુ લાગે છે,
બસ, ચાવી હોય ત્યા સુધી નાચો, ખાવો પીવો કુદો
અને, ચાવી પુરી થતા ધીમેધીમે ઢળી પડો.
છે ને આ પણ એક હાસ્યાસ્પદ કરુણતા?
બસ્ ધમણની જેમ શ્વાસ લઉ છુ, છોડુ છુ,
લઉ છુ, છોડુ છુ, આમ સતત ચાલે છે.
પણ્........,
હવે તો શ્વાસ લેવાની પણ મજા નથી આવતી
તેનાથી પણ હવે તો કંટાળી ગઈ છુ,
જીવન જીવવાનો રોમાંચ હવે નથી અનુભવાતો,
લાગે છે કે જાણે.....
મારુ અસ્તિત્વ ખોવાતુ જાય છે.
અને હવે,
મારામાથી કશુક, ધીમે ધીમે , મને ન સમજાય,
અને કદાચ ન ગમે, તેમ છુટુ પડી રહ્યુ હોય એમ લાગે છે
પણ ઓહ્..,
હવે નથી રહેવાતુ, અરે નથી સહેવાતુ આ
ક્યારેક તો આ જ્વાળામુખી ફાટવાનો જ છે,
પછી?
પછી.............., પછી શું?
તેના ભુચાલમા હું સુઇ જઈશ, અને
સૈકાઓ સુધીની એક લાં.......બી નિંદર ખેંચી કાઢીશ.
હવે તો ,
એ મંગલ નવનિર્માણ દિન ની રાહ જોઉ છુ,
અને તેની રાહ જોતાજોતા જ , ચાલ જિવી કાઢુ
અને ,
એ અનંત યાત્રા માટેનો અનંત ઇંતેઝાર,
અત્યાર થી જ શરુ કરુ છુ.

૨૨-૧૦-૮૬
નમ્રતા

2 comments:

sneha-akshitarak said...

anazing......khub sundar...vanchta vanchta kyay khovai javayu dear...keep it up

નીતા કોટેચા said...

lakhyu saras che pan mrutyu ni vato nahi karvani dear..