17 September, 2008

તારો ચહેરો..

ભલે જાય તુ દુર મારાથી,
તને મનમાં કે સજા મને થશે?
પણ ભુલે છે સનમ તું એક વાત,
તડપીશ તું પણ, નહીં માત્ર હું જ આખી રાત,
હવે પુછીશ ના કે "કેવી રીતે?",
તને ક્યાં ક્યાં નહીં કરુ યાદ?

દુર પ્યાસી ધરાને ચુમવા નમતા પેલા આસમાનના ખૂણે ચમકતો
તારો ચહેરો,
માસુમ કળીને ખીલવવા, અકળાવવા, અચાનક વરસતા વરસાદમાં શરારતી
તારો ચહેરો,
મીટ માંડીને બેઠેલી ચકોરી સામે જોઇને મદહોશ કરતા ચન્દ્રમાં મોહક સ્મિત કરતો તારો ચહેરો,
કોઇ સાંજે મારા કપાળ પરની અછુતી અલકલટને સ્પર્શવા અધિર સમીરમા સ્પષ્ટ થતો તારો ચહેરો,
અને છેલ્લે ....,
મારા જ દિલમાં, ને મારા જ વિરહમાં
પરાણે દુઃખી થતો ગમગીન તારો ચહેરો,
કહે સજન કહે , હવે તુ જ કહે,
આપી સજા કોણે અને મળી કોને?
તુ તો રહેલો છુ કાયમ મારામાં જ,
આમ દુર ગયે જુદા શેં થવાય?
નમ્રતા

2 comments:

sneha-akshitarak said...

virah to jane shabde shabde tapke che..dil na koi khune bhinas chalke che.

Krishna The Universal Truth.. said...

taro cheharo...prem ma judai ni vyatha khuabj saras che..