16 September, 2008

દરિયો

આજે મને ખ્યાલ આવ્યો, દરિયો મને કેમ ગમે છે?
કદાચ મારી અંદર જ એક દરિયો સતત ઘુઘવે છે,
હવે તો હું એના ઉછળતા મોજાનો અવાજ પણ સાંભળુ છુ,
તેમા આવતા ભરતી ઓટ તથા તોફાન પણ અનુભવુ છુ.
મારી અંદર ક્યો દરિયો વહેતો હશે? શુ નામ હશે એનુ?
હિંદ, પેસિફીક, કે પછી.....?કદાચ "લાગણી" તો નહીં?
કેવા પ્રચંડ વેગ સાથે એ વહ્યા કરે છે?
એના ધસમસતા પ્રવાહમા હું તણાયા કરુ છુ,
એના વહેણમા ડુબકા ખાઉ છુ, ક્યારેક ડુબુ પણ છુ,
કેવી હિંમતથી એના તોફાનોમા એકલી ઝઝુમુ છુ,
જ્યાં લઈ જાય છે તેના મોજા, જઉ છુ હું,
ક્યાં જઉ છુ,મને જ નથી ખબર મારી મંઝીલ,
સતત વહ્યા કરે છે અને ખળભળ્યા કરે છે એ દરિયો,
મને સ્થિર નથી રહેવા દેતો મારી અંદરનો એ દરિયો,
કોણ જાણે ક્યારે શાંત થશે આ તોફાની દરિયો,
થાકી ગઈ છુ એની સાથે વહીને હવે તો હું પણ,
લાગે છે કદાચ હું મારા પગ ગુમાવી બેઠી છુ કદાચ,
એ સ્થાને પણ પાણીના મોજા આવી ગયા છે,
હવે મને હું પણ એમા ઓગળતી દેખાઇ રહી છુ,
એક સમય આવશે જ્યારે હું કશે પણ નહીં હોઉ.
ચારે બાજુ છવાઇ ગયો હશે દરિયો,
માત્ર અને માત્ર દરિયો,
વહ્યા કરતો હશે ,
માત્ર દરિયો....

નમ્રતા

5 comments:

Krishna The Universal Truth.. said...

khubaj saras rachna che...

sneha-akshitarak said...

so deep ...

નીતા કોટેચા said...

હિંદ, પેસિફીક, કે પછી.....?કદાચ "લાગણી" તો નહીં?
khuuub saras...

Anonymous said...

કદાચ મારી અંદર જ એક દરિયો સતત ઘુઘવે છે,
wow akhi poem saras che pan aline jordar.....
shilpa
...................................................
http://zankar09.wordpress.com/
(2) poems:- rankar....
http://shil1410.blogspot.com/
......................................................

Anonymous said...
This comment has been removed by a blog administrator.