13 September, 2008

આંસુ

આ ઘરને ક્યાં ખબર છે
કે કેટલાયે આંસુ, મુક રુદન, નિશ્વાસો અને અસહાયતાની તડપ
તેની ચાર દિવાલોમા કેદ છે?
મને નફરત છે આ "સભ્ય" સમાજ પર,
ભારોભાર નફરત,
કે જ્યાં વ્યક્તિનુ તેની અસહાયતા
કે રુદન જાહેરમાં વ્યક્ત કરવા "અસભ્ય" ગણાય છે
અહિં દુઃખ કે ઉદાસી અસામાજિક નથી ગણાતા,
પણ એનો અહેસાસ થતા એનુ રુદનમાં રુપાંતર અસામાજિક ગણાય છે,
સભ્ય ગણાય છે માત્ર મુક રુદન.

પણ એક અજબ ખામોશીમા,
આંખમાથી પડતા આંસુઓનો ટપ.... ,ટપ...., અવાજ
ભલે બહાર ન સંભળાતો હોય,
પણ એ વ્યક્તિ માટે તો એ અવાજ બોંબના ધડાકા કરતા પણ પ્રચંડ હોય છે.
જાણે એ એક એક ટીપુ એના અસ્તિત્વને પડકાર ફેંકતુ હોય એમ લાગે છે,
કેટકેટલી વાતો એ આંસુના પેટાળમા છુપાયેલી હોય છે,
કેટલુ ભારે હોય છે એ એક જ આંસુ?

એ સમય,
બસ એ જ સમય ઘણો વિકટ હોય છે.
સમગ્ર અસ્તિત્વને પડકાર પણ ફેંકી શકે છે એ સમય.
બસ, એ સમય જો નિકળી જાય
તો બીજી મિનીટથી પાછુ જીવન નિશ્ચિંત બની જાય છે
પણ એ એક મિનીટ કટોકટીની પળ બની રહે છે,
જીવનમ્રુત્યુનો ફેંસલો કરી નાખવા ઉત્સુક હોય છે એ એક જ પળ.

હે ભગવાન, મને એટલી શક્તિ આપજે,
કે આવી પળો મે જેમ ભુતકાળમા વિતાવી દિધી છે,
એ જ રીતે આવનારી પળો પણ વિતી જાય,
કેમ કે એ વખતે હું મારામાં નથી રહી શકતી,
રહી જાય છે.........
માત્ર પેલો જીવન-મ્રુત્યુ વચ્ચે નો સંઘર્ષ.


૩-૭-૯૧
નમ્રતા

5 comments:

Unknown said...

હે ભગવાન, મને એટલી શક્તિ આપજે,
માત્ર પેલો જીવન-મ્રુત્યુ વચ્ચે નો સંઘર્ષ.
jakas
like this way


he isvar dukh ape to sahan sakti apje.
ne sukh ape to abihman na apto.

Anonymous said...

Hola my first comment whoopee...[url=http://www.ted.com/profiles/view/id/401254].[/url]

Anonymous said...

Terrific web site.

Reliable search engine optimization service including submissions and on site optimizing (sokmotoroptimering).
[url=http://www.smotop.se]SMOTop[/url]
http://www.smotop.se/smotopbloggen/

Anonymous said...

Hey there all fellow members i m kunal from kolkata we are specialised in providing bulk emailing services no spam shit
nothing else send emails anywhere u want flush with we are providing emails options to Craiglist Emails !!

OOH yeah i m high-mindedness u can email Craiglist @cl emails too with us !!

we dont entertain any spam scheme u can send emails to anywhere u want u can hype anything u like !

we are giving exlusive 95% inbox Gurantee with our every Plans !!

We are having all types of plans instead of every ditty pls look in on once :- [url=http://www.inbox-mailer.com]Out Locality Inbox Mailer An eye to more details ![/url]


choicest majority [url=http://www.associatedcontentnetwork.com]email[/url] employment,most superbly volume email software,unsurpassed dedicated server,best dedicated servers,subdue email completely aid,superb email marketing,a- email newsletter maintenance,burst email service,explosion email services,to the max emails,blow mail,magnitude e send,magnitude e post marketing
largeness e mail software,largeness email,bulk email whereabouts,magnitude email addresses,bulk email advertising,volume email operation,mass email applications,mass email blast,majority email blasting,enlargement email broadcasting,bulk email campaign,bulk email campaigns,enlargement email patron,enlargement email blackjack,magnitude email company
size email maker,enlargement email database,bulk email transportation,bulk email unreserved,bulk email tell sender,bulk email distribution,magnitude email extractor,enlargement email fingerprint,largeness email forum,size email freeware,bulk email pally,size email generator,magnitude email guidelines,magnitude email hosting,volume email internet marketing,magnitude email liber veritatis
volume [url=http://www.inbox-mailer.com]email listings[/url],bulk email lists,mass email dispatch,bulk email mailer,magnitude email mailing,[url=http://www.inbox-mailer.com]bulk email mailing[/url] laundry list,majority email management,volume email manager,magnitude email marketing,size email marketing campaign,bulk email marketing checking,enlargement email marketing services,enlargement email marketing software,mass email newsletter,enlargement email newsletters
mass email opt in,volume email program,majority email programs

We are giving 95% + Inbox Guranteed No one-liner can beat out us !! Thanks a kismet !

નીતા કોટેચા said...

મને નફરત છે આ "સભ્ય" સમાજ પર,
ભારોભાર નફરત,
કે જ્યાં વ્યક્તિનુ તેની અસહાયતા
કે રુદન જાહેરમાં વ્યક્ત કરવા "અસભ્ય" ગણાય છે
અહિં દુઃખ કે ઉદાસી અસામાજિક નથી ગણાતા,
પણ એનો અહેસાસ થતા એનુ રુદનમાં રુપાંતર અસામાજિક ગણાય છે,
સભ્ય ગણાય છે માત્ર મુક રુદન.

satya vat khub saras..