03 September, 2008

પ્રેમ

કહો છો તમે કેમ કે આપણે ઓળખાણ નથી?
કદાચ ભુલ્યા હશો તમે પણ હુ કેમ ભુલી શકુ?
સુની લાંબી સડકો પર, વનરાજી ની વચ્ચે થઇ
હાથ મા હાથ પરોવી ચાલ્યા છીએ આપણ્રે,
શહેર થી દુર, ઝાડ ની નીચે ચાર આંખ એક કરી,
સોનેરી શમણા ભાવિના જોયા છે આપણે.
શાંત રાત્રિ ના છેલ્લા પ્રહર મા વરસાદ ની ભીની મહેક સાથે
નીરવ એકાંતમા પ્રેમનો આલાપ્ છેડ્યો છે આપણે,
ચાર આંખ, બે શ્વાસ્ અને બે ધડકતા દિલ
એક કરીને એકબીજામા ખોવાઇ ગયા છીએ આપણે,
પેલા નાનકડા છોડને (પ્રેમના), રોપી એક્બીજાના દીલમા
રાતદીન આંસુઓથી સીંચી સીંચી ખીલવ્યો છે આપણે,
આપણે મળ્યા, છૂટા પડ્યા અને ફરી મળતા પહેલા
પળભર પણ એક્બીજાની યાદમા સૂતા નથી આપણે
અને તમે કહો છો આપણે ઓળખાણ નથી?
હા, એ વાત જૂદી છે કે .........આપણે મળ્યા છીએ હમેશા મારા જ સ્વપ્નમા,
નમ્રતા અમીન

4 comments:

Unknown said...
This comment has been removed by a blog administrator.
GIRISH JOSHI said...

ખબર નહોતી કે તારુ એક આ રુપ પણ છે.

જાણીને ખુબ ખુબ આનંદ થયો. રચનાઓ અને એના ભાવ ગમ્યા, થોડી માવજતની જરુર છે પણ સમય સાથે એ આવડી જશે. થોડો ભાષાદોષ છે જે ટાળી શકાયો હોત તો સોનામાં સુગંધ ભળત.

Krishna The Universal Truth.. said...

superb....apane malya chie hamesha mara j svapn ma??? khubaj saras.....

Anonymous said...

chalo ek bar phir ajnabi ho jaye aamey aapne to sapna ma j maliye che.
superb good keep it up